મિત્રો આજે આપણે જે યોજના ની વાત કરવાના છીએ તે યોજના નું નામ માનવ કલ્યાણ યોજના છે. ભારત સરકાર અવનવી યોજનાઓ લાવતી હોય છે. જેમાની આ એક યોજના છે માનવ કલ્યાણ યોજના કે જે રાજ્યમાં રહેલા દરેક ગરીબ અને પછાત વર્ગના લોકો માટે આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનવામાં અને રોજગાર મેળવવામાં મદદરૂપ થાય તે માટે છે.
આ યોજના નો મુખ્ય ઉદ્દેશ નાના ધંધાધીરો અને કારીગરોની આવકમાં વધારો કરવો અને તેમને સ્વરોજગારીની નવા અવસરો આપવાનો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના ધંધાને આગળ વધારવા માટે જરૂરી સાધનોની વિશેષ ટૂલકીટ આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના હેઠળ, પછાત જાતિના, ગરીબ કારીગરો, મજૂરો અને નાના વેપારીઓ, જેમની આવક ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 1,20,000 અને શહેરી વિસ્તારોમાં રૂ. 1,50,000 છે, તેમને નાણાકીય સહાય અને વ્યાવસાયિક સાધનો આપવામાં આવશે. 28 પ્રકારના વ્યવસાયકારોને સહાય મળશે.

● માનવ કલ્યાણ યોજનાની પાત્રતા શું છે ?
1) લાભાર્થી ની ઉંમર ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
2) ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં નામ સમાવિષ્ટ હોવું આવશ્યક છે. જે લાભાર્થીઓ પાસે ૦ થી ૧૬નો સ્કોર હોય, તેઓ માટે આવકના પ્રમાણપત્રની જરૂરિયાત રહેતી નથી. અથવા .
3) અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
માનવ કલ્યાણ યોજના માં મળવા પાત્ર ટૂલકીટસના નામ
ક્રમ ટુલકીટ્સનું નામ
૧ દૂધ દહીં વેચનાર
ર ભરતકામ
૩ બ્યુટી પાર્લર
૪ પાપડ બનાવટ
પ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૬ પ્લમ્બર
૭ સેન્ટિંગ કામ
૮ ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
૯ અથાણા બનાવટ
૧૦ પંચર કિટ
માનવ કલ્યાણ યોજના માં ક્યાં ક્યાં દસ્તાવેજો ની જરૂર પડશે ?
● આધાર કાર્ડ
● રેશનકાર્ડ
● રહેઠાણનો પુરાવો
● આવકનો દાખલો
● અભ્યાસના પુરાવા
● જાતિનો દાખલો
● વ્યવસાયલક્ષી તાલીમના પુરાવા
● બાંહેધરીપત્રક
● એકરારનામું
● પાસપોર્ટ સાઈઝ નો ફોટો
માનવ કલ્યાણ યોજના માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ?
અહીંયા આપણે માનવ કલ્યાણ યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ? તેને વિગતવાર સ્ટેપ મુજબ જોઇશુ.
👉 સૌ પ્રથમ તમેં આ લિંક ઉપર https://e-kutir.gujarat.gov.in/index.aspx?ServiceID=2 ક્લિક કરશો એટલે તમને ભારત સરકારની ઓફિસિયલ વેબસાઈટ ઈ કુટિર ઉપર લઈ જશે.

👉 પછી તમને જમણી સાઈડ Login to Portal ની નીચે ‘For new Individual Registration’ ઉપર ક્લિક કરો.
👉 જેવું ક્લિક કરશો એટલે તમને નવા પેજ પર લઈ જશે જ્યાં તમારે તમારું પૂરું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને E-mail ID નાખીને એક પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને નોંધણી કરો ઉપર ક્લિક કરો.
👉 જેવું નોંધણી કરો ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછસે કે શું તમે ખરેખર નોંધણી કરવા માંગો છો? પછી પુષ્ટિ કરો ઉપર ક્લિક કરો. જેવું ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થય ગયું છે એવું ડિસ્પ્લે ઉપર બતાવશે અને તમારી ID નંબર બતાવશે જેને તમારે કાગળ ઉપર લખી દેવો.
👉 ત્યારાદ તમારે લોગીન ઉપર કિલિક કરવાનું છે જ્યાં તમારી ID – Password અને કેપ્ચા કોડ નાખીને લોગીન કરવાનું છે.
👉 લોગીન કરશો એટલે User Profile ખુલશે જેમાં તમારે તમારી ખૂટતી અંગત માહિતી ભરવાની છે જેમ કે અરજદાર નું પૂરું નામ ગુજરાતીમાં, પિતાનું નામ, હાલનું સરનામું, કાયમી સરનામું અને અરજદાર નો ફોટો વગેરે નાખીને Update ઉપર ક્લિક કરો.
આ હતી રજીસ્ટ્રેશન ની રીત હવે આપણે અરજી કઈ રીતે કરવી તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
માનવ કલ્યાણ યોજના નું ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું?
જેમાં તમને બ્યુટીપાર્લર, પ્રેશરકૂકર, સિલાય મશીન, પંચર કામ ની કીટ વગેરે મળે છે.
👉 સૌ પ્રથમ તમારે તમારી યુઝર આઈ ડી પાસવર્ડ નાખી ને લોગીન કરી લેવાનું રહેશે.
👉 ત્યારબાદ સહાય માં માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે યોજનાની વિગતવાર માહિતી આવશે જેમાં નીચે OK પર ક્લિક કરો.
👉 ત્યારબાદ તમારી વ્યક્તિગત માહિતી ને વાંચીને નાખવાની રહેશે અને પછી Save & Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ અરજીની વિગતો નું મેનુ ખુલશે. તમારે કઈ ટૂલકિટસ ની જરૂર છે તેને પસંદ કરવાની છે. પછી તમારું શૈક્ષણિક માહિતી પસંદ કરવાની છે. ત્યારબાદ ૩ પૈકી કોઇ એક વિગત ભરવાનું છે જેમકે ૧) ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ કાર્ડ 2) શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડ ૩) કુટુંબની વાર્ષિક આવક, બી.પી.એલ.સ્કોર ત્યારબાદ ધંધાની વિગત, ધંધાનું નામ, સરનામું વગેરે ભરવાનું રહેશે.પછી Save & Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ હવે દસ્તાવેજો ની વિગતો નું મેનુ ખુલશે. જેમાં તમારે દસ્તાવેજો ને અપલોડ કરવાના રહેશે.
નોંધ: અપલોડ કરેલા દસ્તાવેજો 1 MB કરતા ઓછા હોવા જોઈએ. * કરેલા દસ્તાવેજો ફરજીયાત અપલોડ કરવાના રહેશે.
દસ્તાવેજો જેવા કે,
● આધાર કાર્ડની નકલ :-
● રેરાનકાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલ હોય.
● ઉમર નો પુરાવો (આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ/શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક)
● ગ્રામ્ય વિસ્તાર BPL નો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ/ આવકનો દાખલો (સરકારશ્રી દ્વારા આધિકૃત કરેલ અધિકારીનો)
● ધંધાના અનુભવનો દાખલો
● જાતિનો દાખલો (સરકારશ્રી દ્વારા આધિકૃત કરેલ અધિકારીનો)
હવે Save & Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ લાભાર્થી એ નિયમો અને શરતોને વાંચીને ક્લિક કરવાનું રહેશે. જેમ કે
1) ઉપર ની વિગત સાચી છે. આ વિગતો ખોટી સાબિત થાય તો સરકારી ને સહાય પરત આપવા બંધાઉ છું. તથા સરકારે નક્કી કરેલ નિયમો હું પાળવા બંધાઉ છું.
2) ઉપરોક્ત વિગતો સંપૂર્ણ પણે સાચી રજૂ કરવામાં આવેલ છે. આ માહિતી ખોટી સાબિત થાય તો અમારી અરજી રદ કરવામાં આવશે અને ખોટી માહિતી રજૂ કરવા બદલ સરકાર અમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે જેની અમોને ખબર છે અને તેની અમોએ નોંધ લીધેલ છે.
હું ઉપરની બધી શરતો થી સહેમત છું
હવે Save & Next ઉપર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ તમારી ડિસ્પ્લે ઉપર આભાર ! તમારી માનવ કલ્યાણ યોજના અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે.
તમારો અરજી નંબર છે. XYZ જેને તમે સેવ કરી શકો છો.
આમ તમને કુલ 28 પ્રકાર ની સહાય મળી શકે છે જેવી કે ભરત કામ, સેન્ટીંગ કામ સહાય, સાવરણી સુપડા બનાવનાર, કડીયાકામ માટે સહાય, બ્યુટી પાર્લર, મોચી કામ કીટ સહાય, ખેતીલક્ષી, વેલ્ડીંગ કામ, પાપડ બનાવટ, મસાલા મીલ સહાય, દુધ-દહીં વેચનાર, ઈલેક્ટ્રિક ઉપકરણો રીપેરીંગ, ધોબી કામ, મોબાઈલ રીપેરીંગ સહાય, સુથારી કામ, અથાણાં બનાવટ માટે સહાય, માછલી વેચનાર, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ સહાય, પંચર કીટ, દરજી કામ કીટ સહાય, કુંભારી કામ, ફલોરમીલ, હેર કટીંગ (વાળંદ કામ) કીટ સહાય, પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) વગેરે ટોટલ 28 પ્રકાર ની સહાય આ યોજના થી મળતી હોય છે.
માનવ કલ્યાણ યોજનાની અગત્યની માહિતી
આપે અરજી કરતી વખતે ઇ-શ્રમ કાર્ડ નંબર અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જો ઇ-શ્રમ કાર્ડ ના હોય તો અમે તેના વિશે સંપૂર્ણ માહિતી ને લગતી 👉 https://bit.ly/e-shramcard પોસ્ટ બનાવી છે જેને તમે વાંચી ને સરળ રીતે સમજી શકો છો કે ઈ-શ્રમ કાર્ડ કઈ રીતે મેળવવું. તેની વિગતો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.
પોર્ટલ પર જાતિ પસંદ કરી પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે. અનુસૂચિત જાતિમાં અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ અને સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગમાં અતિ પછાત તથા વિચરતી-વિમુક્ત જાતિઓ માટે આવક મર્યાદા લાગુ નહીં થાય. આ અરજદારોને માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, આવકનો દાખલો નહીં માંગવામાં આવે.
તમારી અરજીની સ્થિતિ તમે લોગિનમાં ‘એપ્લીકેશન સ્ટેટસ’માંથી જોઈ શકો છો. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઇન ડ્રો કરી સમિતિ દ્વારા લાભાર્થીની પસંદગી થશે.
ટૂલકિટ મંજૂર થયા પછી કિંમત સાથેનું ઇ-વાઉચર (QR Code) જનરેટ થશે અને મોબાઇલ પર એસએમએસ દ્વારા જાણ થશે. ઇ-વાઉચર લોગિનમાંથી ડાઉનલોડ કરી શકશો.
ઇ-વાઉચર (QR Code) સુરક્ષિત રાખવું. માન્ય ડીલરને જ ઇ-વાઉચર અને ઓટીપી આપવું, અન્ય કોઈને ન આપવું કે શેર ન કરવું.
ઇ-વાઉચર જનરેટ થયા પછી ઇ-કુટિર પોર્ટલ પર ટૂલકિટની મહત્તમ કિંમત, સાધનો અને માન્ય ડીલર્સની યાદી મેળવી શકશો.
માન્ય ડીલર પાસેથી ઇ-વાઉચર કોડ રીડીમ કરી ઓટીપી દ્વારા મહત્તમ કિંમતમાં ટૂલકિટ ખરીદી શકશો. કિંમત વધુ હોય તો વધારાની રકમ આપે ચૂકવવી પડશે.
ટૂલકિટ ખરીદી બાદ ગ્રીમકો કચેરીથી ફોન આવશે. વેરિફિકેશન માટે અધિકારી અથવા થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી તમારા ઘરે આવશે, જેઓને જરૂરી માહિતી આપવી પડશે.
જો વેરિફિકેશન સમયે સાધન જોવા નહિ મળે કે આપ તેનો ઉપયોગ નહિ કરતા હોય તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે.
જો આપ દ્વારા વેરિફિકેશન દરમ્યાન સરકારી સહાય નો દૂર ઉપયોગ કર્યો માલૂમ પડે તેવા કિસ્સામાં આપે સહાયની રકમ પરત કરવાની રહેશે અને આપ ભવિષ્યમાં સરકારશ્રીની અન્ય યોજનાઓમાં લાભ મેળવવા હક્કદાર રહેશો નહી.
જો આપને માનવ કલ્યાણ યોજના અંતગર્ત કોઇપણ મૂશ્કેલી હોય તો હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. હેલ્પ ડેસ્ક નંબર : ૯૯૦૯૯૨૬૨૮૦ / ૯૯૦૯૯૨૬૧૮૦
મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગ થઈ હશે. આમારા પેજ પર આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીંયા ક્લિક કરો https://gujjuopedia.in/
આભાર ….