ફાર્મર રજીસ્ટ્રેશન કર્ડ ગુજરાત: ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ ગુજરાત ભારત સરકારના નવા નિયમ અનુસાર દરેક ખેડૂત મિત્રએ ફરજિયાત ફાર્મર કાર્ડ બનાવવાનું રેશે… આ ફાર્મર કાર્ડ દરેક ખેડૂત મિત્ર પાસે ઉપલબ્ધ થશે.
આ પ્રક્રિયા દ્વારા દરેક ખેડૂત મિત્રો નું એક અનોખુ આઈડી બનશે
દરેક ખેડૂત મિત્રને ખાશ જણાવવા નું કે આ પ્રક્રિયા તમારેફાર્ ચાર મહિના (25માર્ચ) સુધી રજીસ્ટ્રેશન કરવાનું રેશે
જો આ રજીસ્ટ્રેશન તમે નઈ કરાવેલ હોય તો PM કિસાન સહાય હેઠળ મળતા 2000રૂ. થતા અન્ય લાભ તમે નઈ લઈ શકો
ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે 25 માર્ચ અંતિમ તારીખ જાહેર કરવામાં આવેલ છે આથી દરેક ખેડૂત મિત્ર એ ફરજિયાત ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ બનાવી લેવું
PM કિસાન સહાય હેઠળ દ્વારા મળતો 19 મો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
આ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તરત જ ખેડૂત મિત્ર પાસે ફાર્મર કાર્ડ ઉપલબ્ધ થશે
• રજીસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી દસ્તાવેજો :
• આધાર કાર્ડ
• બેન્ક ખાતા ની વિગતો
• જમીનના દસ્તાવેજો
• મોબાઇલ નંબર
ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી મળતા અગત્ય ના ફાયદા
[1] ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ નો લાભ… જેમ કે ખેડૂત કલ્યાણ યોજના, વીમા યોજના, પાક વીમા યોજના વગેરે
[2] ખેડૂતો ને સરકાર ની સહાય જેમ કે સબસિડી, લોન અને પાક ધિરાણ ના લાભ લઈ શકાશે
[3] કુદરતી આફત અથવા આર્થિક કટોકટી સમયે, રજીસ્ટર્ડ ખેડૂતો ને સરકાર તરફથી સમયસર સહાય મળી શકશે
ઓનલાઇન ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે
• ઓનલાઇન: PM કિસાનની official વેબસાઇટ પર જઈને તમે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકો છો.
• કૉમન સર્વિસ સેન્ટર (CSC): તમારા નજીકના CSC પર જઈને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
• કૃષિ વિભાગ: તમારા તાલુકા અથવા જિલ્લા કૃષિ વિભાગમાં જઈને પણ તમે રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકો છો.
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
• અહીં ક્લિક કરો: https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/
•વધુ માહિતી માટે અહિં ક્લિક કરો: ખેડૂતો માટે ફરજિયાત ફાર્મર કાર્ડ, જલ્દી રજીસ્ટ્રેશન કરવો