ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના – How to Register Smartphone Sahay Yojana for farmers support

નમસ્કાર મિત્રો 🙏 આજે આપણે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સ્માર્ટફોન સહાય યોજના વિશે વાત કરવાના છીએ. જેમાં તમને આ યોજના વિશે વિગતવાર જણાવીશું. સાથે સાથે ક્યાં ફોર્મ ભરવું અને ફોર્મ ભરવા માટે જરુરી દસ્તાવેજો ની ચર્ચા કરીશું.

સ્માર્ટફોન સહાય યોજના
સ્માર્ટફોન સહાય યોજના

સ્માર્ટફોન સહાય યોજના  Smartphone Sahay Yojana

 

◆ મિત્રો અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે. અત્યારે ફક્ત ભારત નઈ પરંતુ સમગ્ર વિશ્વમાં ડિજિટલ ટેકનોલોજી નો વ્યાપ વધી રહ્યો છે. આ સાથે જ ભારતમાં ડિજિટલ ટેકનોલોજી વડે તમે વર્તમાન માં થઈ રહેલી પ્રકીયા વિશે જાણકારી મેળવી શકો છો. આ થકી હવે ખેડૂતો ખેતીની તકનીકો, હવામાન આગાહી, સરકારી યોજના, પાક ને લગતી દવાઓ અને ઓનલાઇન હેલ્પસેન્ટર વિશે વિગતવાર જાણકારી મેળવી શકે છે.

◆ ખેડૂતો સુધી પહોંચતી આ માહિતીને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે ખાસ ખેડૂતો માટે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરી છે.

◆ સ્માર્ટફોન સહાય યોજના માં સરકાર ખેડૂતોને મોબાઈલ ખરીદી પર રૂપિયા 6000/- ની સહાય આપે છે.

◆ ભારત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા PM Kisan Portal પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે i khedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે, જેમ કે પશુપાલન યોજના, બાગાયતી યોજના, તાર ફેન્સીંગ સહાય યોજના, તાટપત્રી સહાય યોજના વગેરે.

◆ આ ડિજિટલ યુગની સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવાના અને વિવિધ ટેકનોલોજીનો વ્યપ વધારવાનો ધ્યેય છે.

◆ આ યોજના થકી હવે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 6000/- ની સહાય આપશે. આ સહાય થકી હવે તમે પણ સ્માર્ટફોન ખરીદી વિવિધ ટેકનોલોજીનો લાભ લઇ શકશો.

◆ દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જે થકી કૃષિક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો અવનવી તકનીક અપનાવી રહ્યા છે.

 

↪ સ્માર્ટફોન સહાય યોજના નો હેતુ:

રાજ્યના ખેડૂતો ડિજિટલ ટેકનોલોજીનો વધુમાં વધુ લાભ લે અને ઉપયોગી માહિતી મેળવે, ખેડૂતલક્ષી સહાય મોબાઈલના ટેરવે ઉપલબ્ધ થઈ શકે.

 

↪ ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના વિશે માહિતી:

ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ અને યુવાઓને ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઇન શિક્ષણની સુવિધા આપવા માટે સ્માર્ટ ફોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

 

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા:

1) લાભાર્થી: લાભાર્થી મૂળ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.

2) ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.

3) સ્માર્ટ ફોનની કિંમત: ₹12,000 સુધીના સ્માર્ટ ફોન પર 50% ની સબસિડી.

4) વય મર્યાદા: 18 થી 35 વર્ષ.

5) શૈક્ષણિક લાયકાત: 10મી પાસ.

6) આવેદન પ્રક્રિયા: ઑનલાઇન એપ્લિકેશન ગુજરાત સરકારની વેબસાઇટ પર.

નોંધ: આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ છે.

 

સ્માર્ટફોન સહાય યોજના 2024 હેઠળ ખરીદીના નિયમો

 

સ્માર્ટફોન સહાય યોજના નો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે.

👉 આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

👉 ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

👉 મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.

👉 આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.

👉 નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે

👉 સહી કરેલ પ્રિન્ટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.

👉 આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

 

આ યોજનામાં અરજી કેવી રીતે કરવી ?

 

સ્માર્ટફોન સહાય યોજના નો લાભ લેવા માટે i-khedut પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રેશે.

1) ગુજરાત સરકારની ઓફિશ્યિલ વેબસાઇટ iKhedut 👉 https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/ પોર્ટલ પર જાઓ.

2) સૌ પ્રથમ હોમ પેજ માં “યોજના” પર ક્લિક કરો.

3) ત્યારબાદ “સ્માર્ટ ફોન સહાય યોજના” પર ક્લિક કરો.

4) ઓનલાઇન એપ્લિકેશન પત્રો ભરો.

5.) જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.

6) અરજી જમા કરો અને ભવિષ્યના સંદર્ભ માટે એક પ્રતિબદ્ધતા રાખો.

આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

આ યોજના ગુજરાતના યુવાઓ માટે ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે.

 

આ યોજનામાં જરૂરી દસ્તાવેજ

 

ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના ચલાવવામાં આવે છે.

ઓનલાઇન અરજી કરવા માટે જરુરી ડોક્યુમેન્ટ

1) અરજદાર નું આધાર કાર્ડ

2) બેંક ખાતાની પાસબુક

3) સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું બિલ

4) મોબાઈલનો IMEI નંબર

5) 7.8 અ ની નકલ

આ સંપૂર્ણ માહિતી વડે તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને સ્માર્ટફોન ખરીદવા માટે રૂ.6000/- ની સહાય મેળવી શકશો.

.

.

.

મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગ થઈ હશે. આમારા પેજ પર આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીંયા ક્લિક કરો 👉 https://gujjuopedia.in/

 

આભાર 🙏🙏🙏….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top