ભારત સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીને 5 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે.
આજ કાલ ની જીવનશૈલીમાં રોગોની વધતી જતી ઘટનાઓ વચ્ચે, લોકો ઘણીવાર નાણાકીય તંગીને કારણે સારી એવી સારવાર મેળવવા માટે સંઘર્ષ કરે છે. તે માટે ભારત સરકારે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત ગરીબ અને જરૂરીયાતમંદોને સારી મેડિકલ સારવાર મળી રહે તેના માટે કરી હતી. આયુષ્માન કાર્ડ થી સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દી પોતાની સારવાર કરાવી શકે છે.
પ્રધાનમંત્રી જન હેલ્થ સ્કીમ (PMJAY), જેને આયુષ્માન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઘરે બેઠા આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવવું? કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવું ?
મિત્રો અહીંયા આપણે જાણીશુ કે આયુષ્માન કાર્ડમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું અને તેને કઈ રીતે Downlod કરવું.
આયુષ્માન કાર્ડમાં બે રીતે રજીસ્ટ્રેશન કરાવી શકાય. એક છે મોબાઈલ એપ્લિકેશન થી અને બીજું છે ગવર્મેન્ટની ઓફીસીયલ વેબસાઈટ પરથી .
બંને વિષે વિગતવાર જાણીશું.
👉 સૌ પ્રથમ તમે આ https://beneficiary.nha.gov.in/ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ National Health Authority ની કે જે કેન્દ્ર સરકાર ની ઓફીસીયલ વેબસાઈટ છે તેના પર લઈ જશે અથવા તમારે તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ખોલવું છે અને આયુષ્માન એપ સર્ચ કરવાનું છે અને તેને ઇન્સ્ટોલ કરવાનું છે.એપ ઇન્સ્ટોલ કર્યા પછી, આપણે તેને ખોલીશું. ત્યારબાદ એપ અને વેબસાઈટ બંને નો ઇંટરફેસ સામે જોવા મળશે.
👉 જ્યાં તમારે લોગીન કરવાનું રહેશે જેમાં સૌ પ્રથમ Captcha code સાઈડ માં જોઈને નાખવાનો રહેશે.
👉 ત્યારબાદ મોબાઈલ નંબર નાખી ને verify ઉપર ક્લિક કરશો એટલે OTP દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ફરી થી Captcha code સાઈડ માં જોઈને નાખશો એટલે લોગીન થઈ જાશે.
નોંધ: તમારે OTP ત્રણ મિનિટમાં નાખવાનો છે નહીંતર તે OTP Expaire થઈ જાશે.

👉 ત્યારબાદ તમારી સામે પાંચ ખાનાં જોવા મળશે જેમાં Scheme માં PMJAY પસંદ કરવાનું છે. State(રાજ્ય) માં જેતે રાજ્ય ને પસંદ કરવાનું છે. Sub Scheme માં PMJAY પસંદ કરવાનું છે. ત્યારબાદ District(જિલ્લો) માં જેતે જિલ્લા ને પસંદ કરવાનું છે. Search By માં તમારે આધારકાર્ડ નંબર પસંદ કરવાનું છે.

👉 ત્યારબાદ આધારકાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. જેવું તમે Search બટન પર ક્લિક કરશો એટલે તમને તમારા પરિવાર ના સભ્યો નું લિસ્ટ જોવા મળી જાશે.
👉 જે વ્યક્તિ નું આયુષ્માન કાર્ડ બનવાનું બાકી હશે તેની નામ સામે Do e-kyc લખી ઓપ્શન આપેલું છે તેની પર ક્લિક કરવાનું છે.
ક્લિક કરતાની સાથે જ આધાર ઓથન્ટિકેશન માટે પોપઅપ ડિસ્પ્લે ઉપર દેખાશે. જેમાં તમને ચાર ઓપ્શન આપેલ છે જેમાં તમે આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન અથવા ચહેરા દ્વારા ઓથન્ટિકેશન કરી શકો છો. અહીં આપણે આધાર ઓટીપી પસંદ કરીશું.
👉 આધારકાર્ડ OTP પસંદ કરતા ની સાથે જ તમારો આધારકાર્ડ નંબર શો થઈ જશે. Verify પર ક્લિક કરી લઈશું. પછી પેજ સ્ક્રોલ કરીને Agree પર ક્લિક કરવું પડશે. એ પછી Allow પર ક્લિક કરવાનું છે. લાભાર્થીના આધારકાર્ડ સાથે રજિસ્ટર થયેલ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. તે OTP અહીં ભરી દેવાનું રહેશે. ઉપરાંત, જે મોબાઇલ ફોન પરથી આપણે લૉગિન કર્યું છે, તેમાં પણ એક OTP આવશે. તે બંને ઓટીપી અહીં ટાઇપ કરવા પડશે. બંને ઓટીપી ભરી લીધા પછી, પેજ સફળતાપૂર્વક લોડ થશે.
આયુષ્માન કાર્ડમાં e-kyc કઈ રીતે કરવું ? અને Downlod કઈ રીતે કરવું ?
👉 ઓથન્ટિકેશન થઈ ગયું છે, હવે જે સભ્ય માટે આયુષ્માન કાર્ડ બનાવવાનું છે, તેમની eKYC કરવાની રહેશે. પછી ફરીથી આધાર OTP પર ક્લિક કરવું પડશે.
👉 ક્લિક કર્યા પછી આધાર નંબર ફરીથી વેરિફાય કરવો પડશે. ત્યારબાદ Agree પર ક્લિક કરીને Allow કરવું પડશે. આ કર્યા પછી લાભાર્થીના આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર પર અને લાભાર્થીના મોબાઇલ નંબર પર OTP જશે. જો OTP આવે, તો બંને OTP અહીં ટાઇપ કરવા પડશે.
👉 eKYC સફળતાપૂર્વક થયા પછી, અહીં લાભાર્થીનો Live Photograph કેપ્ચર કરવો પડશે. અહીંથી Allow આપીશું, ત્યારબાદ લાભાર્થીનો લાઇવ ફોટો કેપ્ચર કરવો પડશે. ફોટો કેપ્ચર થયા પછી OK પર ક્લિક કરવું. ત્યારબાદ આધાર કાર્ડની વિગતો તમારા રેશનકાર્ડની વિગતો સાથે કેટલી ટકાવારી સુધી મેળ ખાય છે, તે દર્શાવતું Match Level Score અહીં સાઈડ માં નીચે બતાવાશે. જો તમારું સ્કોર 80% કે વધુ હશે, તો તમારું લાઇવ અપ્રૂવલ મળી જશે. પરંતુ જો સ્કોર 80%થી ઓછું હશે, તો તમારું કાર્ડ અપ્રૂવ થવામાં બે થી પાંચ દિવસ લાગી શકે છે.
👉 આ પછી, પેજ સ્ક્રોલ કરીને લાભાર્થીની વધારાની માહિતી ભરવી પડશે. જેમ કે, લાભાર્થીનો મોબાઇલ નંબર ટાઇપ કરવો પડશે. ત્યારબાદ લાભાર્થીના મોબાઇલ નંબરની વેરિફિકેશન કરવી પડશે. મોબાઇલ નંબર વેરિફાય કરવા માટે મોબાઇલ નંબર ટાઇપ કરીને Verify પર ક્લિક કરવું પડશે. તે પછી લાભાર્થીના મોબાઇલ નંબર પર OTP જશે, જે અહીં ભરવાનું રહેશે.
👉 પછી Relation With Family Head નો વિકલ્પ આવશે, જ્યાં પરિવારના મુખ્ય સભ્ય સાથે જે લાભાર્થીનો શું સંબંધ છે, તે સંબંધ અહીં ટાઇપ કરવો પડશે. સંબંધ ટાઇપ કર્યા પછી, લાભાર્થીનો જન્મનો વર્ષ ટાઇપ કરવું પડશે. ત્યારબાદ લાભાર્થીનો પિનકોડ નંબર ટાઇપ કરવો પડશે.
👉 પેજ સ્ક્રોલ કર્યા પછી, આપણે ગ્રામીણ (Rural) અથવા શહેરી (Urban) ટાઇપ કરવું પડશે.
👉 લાભાર્થીનો વોર્ડ પસંદ કરવો પડશે. ત્યારબાદ વોર્ડ નંબર સિલેક્ટ કરવું.
👉 આ પછી, Submit પર ક્લિક કરવું. જેમ જ Submit પર ક્લિક કરશો, તમારા સમક્ષ KYC Complete નો પોપઅપ દર્શાવશે. ત્યારબાદ એક Reference Number પણ દેખાશે. પછી OK પર ક્લિક કરીને પોપઅપ બંધ કરવું.
👉 આ પછી Captcha નો વિકલ્પ ફરીથી દેખાશે. અહીં કૅપ્ચા ટાઇપ કરવું પડશે અને Proceed પર ક્લિક કરવું. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપનું કાર્ડ Approved થઈ ગયું છે. ત્યારબાદ Download Card પર ક્લિક કરવું.
👉 એ પછી લાભાર્થીનું કાર્ડ બનાવવામાં આવ્યું છે અને તે Show Card તરીકે બતાવવામાં આવશે. અહીં Download નો વિકલ્પ પણ આવશે. ત્યાંથી તમારે કાર્ડ Download કરવું પડશે. આ રીતે આયુષ્માન કાર્ડ સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ જશે.
મિત્રો અહીંયા આપણે આયુષ્માન કાર્ડમાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવું ? કઈ રીતે E-KYC કરાવવું ? કઈ રીતે Downlod કરાવવું ? જેના વિશે વિગતવાર જાણ્યું. આશા છે કે તમને આમારી માહિતી ખુબ મદદ રૂપ થઈ હશે.
આમારા પેજ પર આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીંયા ક્લિક કરો 👉 https://gujjuopedia.in/
આભાર 🙏🙏🙏….