પશુપાલન ખાણદાન સહાય યોજના – How to Apply

મફત પશુપાલન ખાણદાન સહાય યોજના | Pasupalan Khandan Sahay Yojana 2025

 

ગુજરાતના પશુપાલકો માટે ખુશ ખબર ગુજરાત સરકાર અને પશુપાલન સહકારી સંઘ એટલે કે ડેરી વિભાગ દ્વારા પશુપાલકો ના પશુઓ એટલે કે ગાય,ભેંસ ના વિયાણ બાદ આ સહાય આપવામાં આવે છે જેમાં લાભાર્થી દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાન 100% ટકા લેખે આપવામાં આવશે.

મફત પશુપાલન ખાણદાન સહાય યોજના ગુજરાતના તમામ પશુપાલકો માટે શરૂ કરવામાં આવી છે. આ પશુપાલન ખાણદાન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને આર્થિક સહાય કરી ગાભણ પશુઓને ગુણવત્તા યુક્ત અને પોષણયુક્ત આહાર આપવાનો છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના થકી હવે દરેક પશુપાલક પોતાના પશુઓને ગુણવત્તા યુક્ત આહાર આપી શકશે.

આ યોજનાનો લાભ લેવા માટે ક્રુષિ સરકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા iKhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં બાગાયતી યોજનાઓ, પશુપાલન યોજનાઓ વગેરે અમલમાં મૂકી છે. હવે ગુજરાતના છેવાડે રહેતા પશુપાલકોને પણ આ યોજનાનો લાભ મળશે.

 

મફત પશુપાલન ખાણદાન સહાય યોજના
મફત પશુપાલન ખાણદાન સહાય યોજના

 

પશુપાલન ખાણદાન સહાય યોજના (Pasupalan Khandan Sahay Yojana):

 

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જે પશુપાલકોને સહાય અને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને તેમના પશુઓ માટે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવામાં મદદ કરવાનો છે, જેથી તેઓના પશુઓની આરોગ્ય અને ઉત્પાદનક્ષમતામાં સુધારો થાય.

 

મુખ્ય મુદ્દાઓ:

 

1. સહાયની રકમ: આ યોજના હેઠળ, પશુપાલકોને 250 કિલોગ્રામ ખાનદાન 100% સહાય સાથે આપવામાં આવે છે.

 

2. પોષણયુક્ત આહાર: આ યોજનાનો હેતુ પશુઓને પોષણયુક્ત અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવો છે, જેનાથી તેઓની આરોગ્ય સ્થિતિમાં સુધારો થાય.

 

3. આર્થિક લાભ: આ યોજના દ્વારા પશુપાલકોને આર્થિક રાહત મળવા ઉપરાંત, તેઓની દૂધનું ઉત્પાદન પણ વધશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.

 

4. સહાયના સ્ત્રોત: પશુપાલકો સ્થાનિક ડેરી સહકારી સંઘો અથવા પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરી શકે છે, જો તેમને વધુ માહિતી અથવા સહાયની જરૂર હોય.

 

5. લક્ષ્ય: આ યોજના ગુજરાત રાજ્યના પશુપાલકોને તેમના વ્યવસાયમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

 

6.આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ.

 

 

આ યોજના પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ પગલુ છે, જે તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે.

પશુપાલન ખાણદાન સહાય યોજના ની પાત્રતા:

 

1. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.

 

2. લાભાર્થી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ હોવો જોઈએ.

 

3. પશુપાલકોના પશુઓ (ગાય-ભેંસ) ગાભણ હોવા જોઈએ.

 

4. લાભાર્થી આ યોજનાનો લાભ મેળવવા માટે દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ.

 

5. પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિ નો હોવો જોઈએ.

 

6. આ યોજનાનો લાભ લેવા માટે i-khedut પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

આ યોજનાનો લાભ વર્ષ દીઠ એક ગાભણ પશુને ખાણદાન ની સહાય મળવા પાત્ર રહેશે.

 

 

 

● આ યોજના નો લાભ લેવા માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું

 

પશુપાલકોના ગાભણ પશુઓને મુફત 250 કિલોગ્રામ ખાણદાન સહાય લેવા માટે સૌ પ્રથમ લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવા માટે iKhedut પોર્ટલ પર જવાનું રહેશે, સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

 

ડોક્યુમેન્ટ:

 

1. આધારકાર્ડ

2. રેશનકાર્ડ

3. જો લાભાર્થી SC/ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

4. ગાભણ પશુઓ ની વિગત

5. લાભાર્થીનો મોબાઈલ નંબર

 

આ પશુ ખાણદાન સહાય નો લાભ લેનાર લાભાર્થીએ આ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રેશે.

 

ઓનલાઇન અરજી:

 

આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો i khedut https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે તમે ઘરે બેઠા અથવા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઇન અરજી કરાવી શકો છો. પશુ ખાણદાન સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે વિગત વાર માહિતી આપેલ છે. જેથી ઓનલાઇન અરજી કરી શકો છો.

 

• સૌપ્રથમ ગૂગલ સર્ચ માં જઈ “i khedut” ટાઈપ કરવાનું રહેશે.

 

• સર્ચ કર્યા બાદ i khedut ની ઓફિશ્યિસલ વેબસાઈટ ખુલશે.

• i khedut પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.

 

• યોજના પર ક્લિક કર્યા પછી ટેબ 2 પર પશુપાલન યોજનાઓ પર ક્લિક કરવું.

 

• પશુપાલન યોજના ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.

 

• જેમાં પશુપાલન ખાણદાન સહાય યોજના પર ક્લિક કરી, નવું ટેબ ખુલશે જેમાં તમારે રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

 

• રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર વડે OTP જનરેટ કરવાનો રહેશે. OTP નાખ્યા બાદ તમે અરજી કરી શકો છો.

 

• જેમાં તમારે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે, અને ત્યાર બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી સંપૂર્ણ વિગતો ચેક કરીને અરજી કન્ફોર્મ કરવાની રહેશે. આ અરજી કન્ફોર્મ કર્યા પછી કોઈ સુધારો વધારો થશે નહિ તેની નોંધ લેવી.

 

 

ઓનલાઇન અરજી કર્યા પછી:

 

લાભાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.

 

● iKhedut portal પર પશુપાલકો માટે વિવિધ યોજનાઓ કાર્યરત કરેલ છે, પશુ ખાણદાન સહાય યોજનામાં અરજી કર્યા બાદ Status જાણવું હોય તો તેના માટે કચેરી કે કોઈ અન્ય જગ્યાએ જવાનું જરૂર નથી તેના માટે તમે મોબાઈલ દ્વારા Application Status જાણી શકો છો.

આમ, સફળતાપૂર્વક ઓનલાઈન અરજી કરી શકો છો.

જો આ પોસ્ટ તમને ગમી હોય તો કૃપા કરીને શેર કરો અને જો તમે પેજ પર નવા છો તો પેજ પર https://gujjuopedia.in/ આવી બીજી ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે જેને તમે તમારા ઉપયોગ માં લઈ શકો છો અને જરૂરિયાત મંદ ને માહિતી શેર કરવાનું ભૂલતા નહીં.અમે નવા વિષય સાથે નવા બ્લોગ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી, જય હિંદ, વંદે માતરમ !

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top