રેશનકાર્ડ e-Kyc ઘરે બેઠા કરો, અંતિમ તારીખ પહેલા કરી લો ઈ-કેવાયસી
અમે તમને રેશનકાર્ડ ઈ-કેવાયસી વિશે સંપૂર્ણ માહીતી આપીશું.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ દેશના તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.
આથી તમામ રેશનકાર્ડ ધારકોએ અંતિમ તારીખ પહેલા ઈ-કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.
જો અંતિમ તારીખ પહેલા ઈ-કેવાયસી નઈ કરાવો તો તમારું નામ રેશનકાર્ડ માંથી આપમેળે કમી થઈ જાશે અને તમે રેશનકાર્ડ દ્વારા મળતા લાભો થી વંચિત રહી જશો
આ પ્રક્રિયા તમારે અંતિમ તારીખ પહેલા પૂર્ણ કરવાની રેશે. જેથી તમે રેશનકાર્ડ થકી મળતા લાભો થી વંચિત ના રહો.
રેશનકાર્ડ e-Kyc ની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નિર્ધારિત કરવામાં આવેલ છે જે દરેક રેશનકાર્ડ ધારકોએ નોંધ લેવી.
આ લેખમાં આપેલ માહીતી થકી તમે ઈ-કેવાયસી ની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર જાણી શકશો અને સાથે જ સરળતા થી e-Kyc કરી શકશો.
આ પ્રક્રિયા તમે ઓનલાઇન અને ઓફલાઈન આમ બન્ને રીતે કરી શકો છો.
ધ્યાન રાખવા જેવી બાબત:
• તમારુ આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ
જેની તમામ સભ્યો એ ખાતરી કરી લેવી.
• જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નઈ હોય તો સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો રહશે
ઓનલાઇન e-Kyc માટે પ્રક્રિયા:
• સૌ પ્રથમ તમારે ઓનલાઇન ઈ-કેવાયસી કરવા માટે તમારા સ્માર્ટ ફોન માં ગૂગલ play store અથવા Apple store માં જઈ My Ration એપ્લિકેશન ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો https://bit.ly/3Vz0TlG
• ત્યારબાદ એપ્લિકેશન માં જઈ તમારા મોબાઈલ નંબર દ્વારા ઓટીપી જનરેટ કરો અને લોગ ઈન કરો
• લોગ ઈન થઈ ગયા બાદ પ્રોફાઇલ ઓપ્શન પર જઈ તમારુ રેશનકાર્ડ લિંક કરો
જ્યા તમારે રેશનકાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડ નાં છેલ્લા ચાર અંક જનરેટ કરો.
• રેશનકાર્ડ લિંક થયા પછી હોમ પેજ ઓપ્શન પર ક્લિક કરો
• હોમ પેજ માં આવ્યા પછી આધાર e-Kyc પર ક્લિક કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો
• આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે આધાર કાર્ડ ઓટીપી અને મોબાઈલ નંબર ઓટીપી જનરેટ કરવાનો રેશે
• ઓટીપી જનરેટ કર્યા પછી તમારે તમારો face capture કરવા નો રેશે.
• ફેશ કેપ્ચર કર્યા બાદ ફાઈનલ સબમિટ કરો.
• સબમિટ થઈ ગયા બાદ 24 કલાક માં e-Kyc success થઈ જાશે.
ઓફલાઈન e-Kyc પ્રક્રિયા:
• ઓફલાઈન રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવવા માટે તમારે શહેરી કે ગ્રામિણ સ્તરે VCE (Village Computer Entrepreneur) નો સંપર્ક કરો
જે તમને સંપૂર્ણ માહિતી સાથે નિ:શુલ્ક રેશનકાર્ડ e-Kyc કરી આપશે અથવા અન્ય કોઈ કોમ્પ્યુટર સેન્ટર પર જઈ તમે ઈ-કેવાયસી કરાવી શકો છો.
જરૂરી દસ્તાવેજો:
• રેશનકાર્ડ
• તમામ સભ્યનું આધારકાર્ડ
• મોબાઇલ નંબર
આ સંપૂર્ણ માહિતી થકી હવે દરેક રેશનકાર્ડ ધારક પોતાનું e-Kyc ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન આમ બન્ને રીતે કરી શકે છે.
મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ખુબ જ મદદ રૂપ થય હશે. આવા અન્ય પોસ્ટ વાંચવા માટે અમારી વેબસાઈટ https://gujjuopedia.in/ ની મુલાકાત લો જ્યાં તમને જરૂરી માહિતી મળશે.
ધન્યવાદ.