વ્હાલી દીકરી યોજના, દીકરીઓ ને 1 લાખ ની સહાય

વ્હાલી દીકરી યોજના, દીકરીઓ ને 1 લાખ ની સહાય

આપણી ગુજરાત સરકાર અવ – નવી યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમાં થી આજે આપણે વાત કરવાના છીએ વ્હાલી દીકરી યોજના.  વ્હાલી  દીકરી યોજનામાં દીકરીઓ ને કેટલી 🤔 રકમ થી સહાય અપાય છે?, કોણ કોણ આ યોજના નો લાભ લઈ શકે છે? અને કયા કયા જરૂરી Documents ની જરૂર પડશે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવ્યું છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના હેઠળ દીકરીઓ ને રૂપિયા 1,10,000/- (અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા) નો લાભ મળે છે.
આ યોજના નું મુખ્ય કારણ દીકરીઓના જન્મ પ્રોત્સાહન વધારવા માટે, મહિલા સશક્તિકરણ વધારવા માટે, દીકરીઓ નું સારૂ શિક્ષણ વધારવા માટે, વગેરે વગેરે કારણો માટે આ યોજના લાવામાં આવી છે.

યોજનામાં મળતી સહાય:

👉 વ્હાલી દીકરી યોજનાનો પ્રારંભ 2 ઓગસ્ટ 2019 ના રોજ રાજકોટથી કરવામાં આવ્યો.
લાભાર્થી: 2 ઓગષ્ટ 2019 કે તે પછી જન્મનાર બાલિકાઓ ને આ યોજનાનો લાભ લઈ શકશે.

👉વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) અંતર્ગત શહેરી કે ગ્રામણી માં રહેતા દંપતિની વાર્ષિક રૂ. 2,00,000/- (અંકે                રૂપિયા બે લાખ પુરા) કરતા જો ઓછી આવક હોય તે પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.

👉વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓ ને કુલ 3 હપ્તા માં 1,10,000/-(અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા) મળતા હોય છે જેમાં        નીચે મુજબ
1. પેહલો હપ્તો – ધોરણ 1 માં પ્રવેશના સમયે રૂ. 4,000/- (અંકે રૂપિયા ચાર હજાર પુરા) ની સહાય મળશે.
2. બીજો હપ્તો – ધોરણ 9 માં પ્રવેશના સમયે રૂ. 6,000/- (અંકે રૂપિયા છ હજાર પુરા) ની સહાય મળશે.
3. ત્રીજો હપ્તો – જયારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન સહાય માટે 1,00,000/- (અંકે રૂપિયા એક            લાખની) ની સહાય મળશે.

વ્હાલી દીકરી યોજના
વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જરૂરી લાયકાતા:

આ યોજનાનો લાભ ગુજરાત ની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે.
* લાભાર્થી દીકરી ગુજરાત ની નાગરિક હોવી જોઈએ
* દીકરી નો જન્મ 2 ઓગસ્ટ 2019 કે તે પછી થયેલ હોવો જોઈએ.
* લાભાર્થી ના માતા-પિતા ના વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
* આ યોજના થકી દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓ ને લાભ મળશે.
* દીકરીના માતા-પિતા હયાત ના હોય તો દીકરીના દાદા-દાદી, ભાઈ-બહેન પણ અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઇન અરજી કરવા માટે:

* ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ગૂગલ બ્રાઉઝર પર જઈને Digital Gujarat Portal ની લિંક https://www.digitalgujarat.gov.in/ ઉપર જાઓ. જ્યાં તમારે ID & Password બનવાનો રહેશે. જેમાં વિગતવાર ફોર્મ ભરવાનું રહેશે.
અથવા

  * ગ્રામસ્તરે ચાલતી VCE (Villages Computer Entrepreneur) પાસે જઈ યોજનાનું ફોર્મ લઈ અરજી કરી શકો છો.

પુરાવાઓની પ્રમાણિત નકલ:

* દીકરીના જન્મનું પ્રમાણપત્ર(Birth Certificate)
* દીકરીનું આધારકાર્ડ
* માતા પિતાનું આધાર કાર્ડ
* માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
* આવકનું પ્રમાણપત્ર (આવકનો દાખલો)
* દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
* નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
* Self Declaration સ્વ-ઘોષણાનો
* અરજદારના રેશનકાર્ડ ની નકલ
* દીકરીની અથવા માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
* પાસપોર્ટ Size ફોટો
* જાતિ નું પ્રમાણપત્ર

યોજનાની અરજી બાદ સ્ટેટસ ચેક કરવા માટે

વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.

 

વ્હાલી દીકરી યોજના ની લાયકાતો:

1. દીકરી ગુજરાત ની નાગરિક હોવી ફરજીયાત છે.
2. પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓ યોજનામાં લાભ લઈ શકે છે.
3. વાર્ષિક રૂ. 200000/- (અંકે રૂપિયા બે લાખ પુરા) કરતાં જો ઓછી આવક હોય તે પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.
4. માતા-પિતા ની હયાતી ના હોય તો તે દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન ફોર્મ માટે અરજી કરી શકે.

મર્યાદાઓ:
1. દીકરી ના બાલલગ્ન ના થયેલા હોવા જોઈએ.
2. પરિવારજનો ની વાર્ષિક આવક રૂ. 200000/- (અંકે રૂપિયા બે લાખ પુરા) કરતાં જો વધારે આવક હોય તે પરિવારોને વ્હાલી દીકરી યોજનાનો લાભ નહિ મળે.

 

મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી મદદ રૂપ થય હશે આવી અન્ય માહિતી માટે તમે આમારી ચેનલ 👉 https://gujjuopedia.in/ ની મુલાકાત લઈ શકો છો. આભાર 🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top