શિયાળા માં ખાવા લાયક 5 ફળો | Top 5 Fruits worth eating in winter

મિત્રો આપ સૌ જાણો છે કે આપણું શરીર સ્વસ્થ હશે તો રોજિંદા કાર્ય કરવામાં મન લાગશે. જો આપણે બીમાર રહીશું તો આપણને કોઈ કાર્ય કરવાની મઝા નહિ આવે અને બીજી કોઈ પણ એક્ટિવિટીમાં મન નહિ લાગે. તો તમને સવાલ થતો હશે કે શિયાળા માં શરીર ને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? 🤔

આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે આપણે રોજ સવારમાં વહેલા ઉઠીને કસરત, વ્યાયામ, યોગા વગેરે કરવું જોઈએ. પણ ખાલી કસરત કરવા થી શરીર સ્વસ્થ થોડી રહે ? તેના માટે તો આપણા રોજિંદા જીવનની ખાન-પાન સુધારવી પડે. સવારે વહેલા ઉઠીને સારા એવા ફ્રૂટ જમવા જોએ.

આજે આપણે શિયાળા માં ક્યાં ક્યાં ફ્રૂટ ખાવાથી આપણા શરીર માં તાકાત આવે આપણું શરીર તંદુરસ્ત રહે તેના વિશે વિગતવાર ચર્ચા કરી છે.

આપ સૌ જાણો છો કે અત્યારે શિયાળા ની સિઝન ચાલું છે. આ સિઝન ઠંડીની છે. શિયાળા ની ઋતુમાં શરીરનું સ્વાસ્થ્ય રાખવું ખુબ જરૂરી છે. શરીર ને તંદુરસ્ત અને ઊર્જાત્મક રાખવા માટે લોકો સવાર સવારમાં કસરત, જીમ અને મોર્નીગ વોક કરે છે. સાથે-સાથે કેટલીક ડાઇટ્સનું પણ સેવન કરે છે.

શિયાળા માં સીઝનલ બીમારીઓનો ખતરો ખૂબ જ વધી જાય છે. જેથી શિયાળા માં જો તમારી ઈમ્યૂનિટી મજબૂત કરવી છે તો કેટલાક ફ્રૂટ ખાવા જરૂરી છે.

જેથી તમારું શરીર તંદુરસ્ત અને બિનરોગી રહી શકે.

શિયાળા માં ખાવા માટેના ટોચના 5 ફળો વિશે અહીં માહિતી આપવામાં આવી છે:

 

શિયાળા માં ખાવા લખાય ફળો
શિયાળા માં ખાવા લાયક ફળો

 

1. નારંગી (સંતરા): નારંગી વિટામિન-c થી ભરપૂર હોય છે. નારંગી શિયાળા માં નબળી રોગપ્રત્તિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. સાથે જ હૃદય સ્વાસ્થ્યને લાભ આપી શકે છે.

નારંગી
નારંગી

 

2. દાડમ: દાડમમાં વિટામિન-c અને એન્ટીઓકસીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શિયાળા માં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એક દાડમ ખાવાથી તમને લગભગ 28 મિલિગ્રામ વિટામિન-c મળે છે.

દાડમ
દાડમ

 

3. સફરજન: સફરજનમાં વિટામિન-c ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે સાથે ફાઇબર અને એન્ટીઓકસીડેન્ટ હોય છે. જે શિયાળા માં આપણી પાચનશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સફરજન
સફરજન

 

4. કીવી: કીવીમાં વિટામિન-K, વિટામિન-C, વિટામિન-E, પોટેશીયમ, ફાઇબર તેમજ એન્ટીઓકસીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં હોય છે. કીવીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

કીવી
કીવી

 

5. દ્રાક્ષ: દ્રાક્ષમાં વિટામિન-c અને એન્ટીઓકસીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શિયાળા માં આપણું શરીશ સ્વસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.

દ્રાક્ષ
દ્રાક્ષ

મિત્રો ઉપર જણાવેલ 5 ફ્રૂટ ને જો તમે રોજ સવારે લેશો તો તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. જેથી કરીને તમારા શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને તમારો આખો દિવસ આનંદમય જશે.

 

• આ સિવાય શિયાળા માં બીજું શું શું ખાવું ???

જેમ કે,

1. અખરોટ

2. નારિયળ

3. ડુંગળી

4. લસણ

5. વટાણા

6. બીટ

7. પાલક

8. કોબીજ

9. ફ્લાવર

10. શક્કરિયાં

 

• શું શું ના ખાવું જોઈએ ???

જેમ કે,

1. ફાસ્ટફૂડ

2. પાસ્તા

3. જામ

4. સોસ

5. બ્રેડ

6. ચીઝ

7.સોડા

8. કેન્ડી

9. સફેદ રાઈસ

10. પેસ્ટ્રી વગેરે.

જેમ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ ખાન-પન માં પણ બદલાવ આવે છે.

◆ જો તમે રોજિંદા સારા એવા ફ્રૂટ જમશો તો તમારા શરીર ને આગળ જતા કોઈ બીમારી નો સામનો નહિ કરવો પડે અને જો તમે રોજ ફાસ્ટ ફૂડ જમો છો તો તેના થી અન્ય બીમારી વધવાના ચાન્સ વધી જતા હોય છે. આપણે આવાર નવાર ન્યુઝ સાંભળીયે છીએ જેમાં નાની ઉમર ના બાળકોને કેન્સર , ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારી થાય છે.આજ ના યુગ માં વધતા જતા ફાસ્ટ ફૂડ થી નાની ઉંમરે હાર્ટ અટેક આવતા હોય છે.

◆ મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખુબ જ ઉપયોગ થઈ હશે. મને આશા છે કે તમે તમારી લાઈફ ને સુધારવા માટે બને તેટલો ફાસ્ટ ફૂડ નો ઉપયોગ ઓછો કરીને બને તેટલો ફ્રૂટ નો ઉપયોગ કરશો. આવા અન્ય ઉપયોગી આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરીને 👉 https://gujjuopedia.in/ તમે આમારા પેજ ની મુલાકાત લઈ શકો છો.

તમારો કિંમતી સમય દેવા બદલ આભાર 🙏………………..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top