દીકરીઓ ના ભવિષ્ય ની યોજના એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના
ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના ની શરૂવાત શા માટે કરી ? તેના થી દીકરીઓ ને શું શું લાભ થાય છે ? આ યોજના માટે જરૂરી લાયકાતો અને મર્યાદાઓ કઈ કઈ છે ? તે દરેક વાત ની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
◼ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ છે કે છોકરી 21 વર્ષની થાય ત્યારે તેને શિક્ષણ તથા લગ્નના ખર્ચ માટે જરૂરી રકમ ની લાભ મળે તે માટે આ યોજના લાવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાધારક ને તેની પાકતી મુદતે સારી એવી રકમ મળતી હોય છે.
◼ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરી, 2015માં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ નીતિ રજૂ કરી હતી.આ નીતિનો એક ભાગ છે – સુકન્યા સમૃદ્ધિ યોજના. દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચનો વિચાર આ યોજનામાં કરવામાં આવ્યો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ કઈ રીતે લઈ શકાય ?
▶ પરિવારમાં દીકરીના દસ વર્ષ પુરા થાય તે પેહલા માં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરી નું ખાતું ખોલી શકાય છે. એટલે કે દીકરી જન્મે ત્યાર થી 10 વર્ષ પુરા થાય તે પેહલા આ ખાતું ખોલાવી શકાય છે. જો દીકરી 10 વર્ષ થી વધારે ઉમર ની હોય તો તે ખાતું નહીં ખોલાવી શકે જેની ખાતરી રાખવી.
▶ જે દીકરી નું ખાતું ખોલવાનું હોય છે તે ખાતાધારક ભારતીય નો નાગરિક હોવા જોઈએ અને ખાતું દીકરી ના માં બાપ ના નામે ના ખોલાવી શકાય. ખાતું તો ફક્ત દીકરીઓ ના નામે જ ખોલાવાનું રહેશે.
▶ વધુમાં વધુ એક પરિવાર ની બે દીકરી ના નામે જ ખાતું ખોલાવી શકાય. જો બે થી વધારે દીકરીઓ હોય તો બે દીકરીઓ ના નામે જ ખાતું ખોલી શકાશે એક દીકરી બાકી રહી જાશે. પણ જો પેહલી દીકરી નું ખાતું ખોલાવી નાખ્યું હોય અને ત્યાર બાદ જોડાયા બાળક તરીકે દીકરીઓ જન્મી હોય એટલે કે બે દીકરીઓ એક સાથે જન્મી હોય તો તેવે કિસ્સા માં ત્રણ ખાતા ખોલાવી શકાશે. આવું ભાગ્યે જ બનતું હોય છે.
▶ સુકન્યા સમૃદ્ધિ યોજના માં 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. ત્યાર બાદ દર વર્ષે ઓછા માં ઓછા 250 રૂપિયા અને વધુ માં વધુ તેમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. જો કઈ પણ કારણોસર પૈસા ભરવાના રહી ગયા હોય અથવા ના ભર્યા હોય કે ભૂલી ગયા હોય ત્યારે 50 રૂપિયા નો દંડ ભરીને બીજા નાણાં ભરી શકો છો.
▶ ખાતું ખોલાવ્યા બાદ સતત 15 વર્ષ માટે નાણાં ભરવાના હોય છે પણ એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી આ યોજના પાકતી હોય છે અને જે ખાતેદાર હોય છે તેને તેના જમા થયેલાં નાણાં તમામ લાભ સાથે મળતા હોય છે.
આ વાત ઉદાહરણથી સમજીએ.
વિગતો રકમ
દર મહિને રોકાણ કરેલ રકમ 2,000
દર વર્ષે (2,000 x 12) 24,000
15 વર્ષે રોકાણ કરેલ રકમ 360,000
વ્યાજ દર 8.2%
21 વર્ષે કુલ વ્યાજ મેળવેલ 748,412
કુલ રકમ (મૂડી + વ્યાજ ) 1,108,412
આમ તમને સારી એવી રકમ પ્રાપ્ત થાય છે.
આમ તમે જાતે પણ આ વ્યાજ ની ગણતરી કરી શકો છો તે માટે આ લિંક ઉપર ક્લિક કરો 👉 https://groww.in/calculators/sukanya-samriddhi-yojana-calculator અને તેમાં વિગતવાર માહિતી ભરો અને જાણી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજનાથી શું ફાયદો થાય?
● સુકન્યા સમૃદ્ધિ યોજના માં કરાતું રોકાણ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80-સી હેઠળ કરમુક્ત છે.
● આ યોજનામાં ચક્રવૃદ્ધિ ધોરણે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે એટલે કે વ્યાજ પર વ્યાજ મળે છે. ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષે 12000 ના રોકાણ પર 8.2% વ્યાજ એટલે 12000 X 8.2% = 984 રૂપિયા અને ટોટલ 12984 હવે આજના વર્ષે વ્યાજ 12984 ઉપર ગણાશે.
● જો દીકરી 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી નાણાં ઉપાડવામાં ન આવે તો પણ જમા થયેલા નાણાં પર નિયોજિત દરે વ્યાજ મળતું રહે છે.
● છોકરીનાં માતા-પિતા કે વાલી બીજાં ગામ-શહેરમાં કોઈ કારણસર સ્થળાંતર કરે એટલે કે ગામ મૂકી ને બીજા ગામ માં રહેવા જાય તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું નજીકની પોસ્ટ ઑફિસ કે બૅન્કમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું કઈ રીતે ખોલાવવું?
● કોઈ પણ પોસ્ટ ઑફિસમાં અથવા સૂચિત બેંકમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય. પોસ્ટ ઑફિસમાં એકાઉન્ટ ખોલવા માટે ફોર્મની વિનંતી કરો. અથવા તમે ગવર્મેન્ટ ની ઓફિશિયલી વેબસાઈટ પરથી એ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
આ ફોર્મ સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો જોડવાના હોય છે કે જે :
– દીકરીનું જન્મ પ્રમાણપત્ર
– રહેઠાણ નો પુરાવો
– દીકરી નું આધારકાર્ડ
– પાન કાર્ડ
– પાસપોર્ટ નો ફોટો
– રાશન કાર્ડ ની ઝેરોક્ષ
નોંધઃ ઉપર ના દસ્તાવેજો સિવાય પણ પોસ્ટ ઓફિસે કે અધિકૃત બેંક માંગી શકે છે.
● બધા જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ફોર્મ ભરી અને અરજીને પોસ્ટ ઑફિસમાં સબમિટ કરવાની હોય છે.
● અરજીની સાથે ખાતું ખોલવા માટે લઘુતમ રકમ જમા કરવાની હોય છે. એ રકમ રોકડ, ચેક કે ડ્રાફ્ટના સ્વરૂપે આપી શકો છો.
ખાસ નોંધઃ 18 વર્ષ પછી અને મુદ્દત પૂર્ણ થાય એ પહેલાં ખાતું બંધ કરાવી શકાય છે અથવા પૈસા ઉપાડી શકાય છે પણ અત્યંત મહત્ત્વના કારણસર ખાતામાંથી ઉપાડ કરી શકાય છે, પરંતુ એ માટે કેટલાંક ચોક્કસ કારણોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે ગંભીર બીમારી કે તબીબી કારણ હોય તો જ મુદ્દત પૂર્ણ થયા પહેલાં ખાતું બંધ કરાવી શકાય છે.
મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ખુબ જ મદદ રૂપ થય હશે. જો તમે હજી સુધી આ યોજના નો લાભ નથી લીધો તો આજે જ તેની તમારા ઘર નજીક પોસ્ટ ઓફિસે કે બેંક માં તાપસ કરો અને તમને આની જરૂર ના હોય તો અન્ય જરૂરિયાત મંદ આ યોજના વિષે જણાવી ને મદદ રૂપ થાજો. આવા અન્ય પોસ્ટ વાંચવા માટે અમારી વેબસાઈટ https://gujjuopedia.in/ ની મુલાકાત લો જ્યાં તમને જરૂરી માહિતી મળશે.
ધન્યવાદ 🙏.