ભારત સરકારે ફરી એક વાર ભારત ના નાગરિકોને આધાર કાર્ડ માં અપડેટ માટે ની સમય મર્યાદા વધારી આપી છે. આ વખતે જેમને પણ બાકી હોય તો તમે નીચે મુજબના આર્ટિકલ ને વાંચીને અપડેટ કરી શકો છો.
ભારતીયો માટે સારા સમાચાર :
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ફરી એકવાર ફ્રી આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 6 મહિના સુધી લંબાવી છે. આ નોટિફિકેશન થકી ભારત દેશના તમામ નાગરિકો પોતાનું આધાર કાર્ડ ફ્રી માં અપડેટ કરાવી શકશે.
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ નોટિફિકેશન થકી જણાવ્યું છે કે લાખો આધાર નંબર ધારકોને લાભ આપવા માટે, ફ્રી ઓનલાઇન આધાર અપડેટ કરવા માટે 14 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ સેવા નિ:શુલ્ક (ફ્રી) માં છે. જે માત્ર (UIDAI) ની ઓફિશ્યિલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

• ચોથી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી:
અગાઉ આ આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી. જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 અને પછી 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી હતી.
પરંતુ આ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ફરી ચોથી વખત સમયમર્યાદા લંબાવી છે. એટલે કે હવે તમે 14 જૂન 2025 સુધી તમારું આધાર કાર્ડ ફ્રી માં અપડેટ કરાવી શકશો.
આ મફતમાં આધાર અપડેટ ખાસ એવા લોકો માટે છે, કે જેમણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ મેળવ્યું છે. અને હજી સુધી તેને એકવાર પણ અપડેટ કર્યું નથી.
● મફત આધાર અપડેટ કરવા માટે:
મફત આધાર અપડેટ કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ તમે ઓનલાઈન અપડેટ કરી શકો છો.
• મફત આધાર અપડેર કરવા માટે સૌ પ્રથમ તમારે (UIDAI) અથવા myAadhar નામની ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈ તમે તમારી વિગતો જાતે અપડેટ કરી શકો છો.
Click here: https://uidai.gov.in/
• આધાર અપડેટ કરતા પહેલા ધ્યાન રાખો, તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ. જો લિંક ના હોય તો સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો રહશે.
ખાશ જાણવા જેવી બાબત :

• (UIDAI) અથવા myAadhar નામની વેબસાઈટમાં માત્ર તમે તમારી ડેમોગ્રાફીક માહિતી અપડેટ કરી શકશો. જો તમારે બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગર પ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન કે મોબાઈલ નંબર અપડેર કે લિંક કરી શકતા નથી.
• આ બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર નો સંપર્ક કરવો પડશે. તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈ તમે તમારી બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક માહિતી અપડેટ કરાવી શકશો. જેમ કે, ફિંગર પ્રિન્ટ, આઈરિસ સ્કેન અને મોબાઈલ નંબર લિંક કરાવી શકશો.
• આધારકાર્ડ અપડેટ કરવા માટે:
1. આધારકાર્ડ અપડેટ કરવા માટે સૌ પ્રથમ (UIDAI) ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જાઓ
2. અહીં તમારે લોગિન કરવાનું રેશે, લોગિન કરવા માટે 12 અંકનો આધારકાર્ડ નંબર દાખલ કરો ત્યાર બાદ કેપ્ચા કોડ દાખલ કરો.
આ પ્રોસેસ થયા બાદ તમારા રજીસ્ટેડ મોબાઇલ નંબર પર OTP જનરેટ કરો અને OTP દાખલ કરો
3. લોગિન થયા બાદ આધાર અપડેટ વિકલ્પ પર કિલ્ક કરો.
4. ત્યાર બાદ આગળના પેજ પર સરનામું પસંદ કરો અને આગળ વધો. આગળ અપડેટ ના વિકલ્પ પર કિલ્ક કરો. આ પ્રકિયા થકી તમારું વર્તમાન સરનામું તમારી સામે દેખાશે.
આ પ્રકિયા બાદ તમે જે એડ્રેશને અપડેટ કરવા માંગો છો તેનું ઓપ્શન દેખાશે. અહીં તમારે તમારા નવા સરનામાની મહિતી ભરવાની રહશે.
5. હવે તમારું એક ID પ્રુફ સબમિટ કરો. જેમ કે, લાઈસન્સ, ચૂંટણીકાર્ડ વગેરે.
6. આ પછી તમારે નીચે આપેલા બંને ચેક બોક્સ પર કિલ્ક કરીને સબમિટ કરવાનું રેશે. આ પ્રકિયા બાદ તમારું આધારકાર્ડ 30 દિવસમાં અપડેટ થઈ જશે.
આ સંપૂર્ણ માહિતી વડે તમે ઓનલાઇન આધાર અપડેટ કરી શકો છો.
● ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે:
આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલ બ્રાઉઝર પર જઈ ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ: https://uidai.gov.in/
1: આધાર ડાઉનલોડ ઉપર ક્લિક કરો..આધાર વિગતો દાખલ કરો.. તમારો 12 અંક નો આધારકાર્ડ નંબર દાખલ કરો
2: ઓટીપી મોકલો.. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ મેળવવા માટે “ઓટીપી મોકલો” બટન પર ક્લિક કરો.
3: ઓટીપી દાખલ કરો: તમારા મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરો.
4: આધાર ડાઉનલોડ કરો: તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે “ડાઉનલોડ” બટન પર ક્લિક કરો.
હવે તમારું આધારકાર્ડ PDF સ્વરૂપે ડાઉનલોડ થઈ જાશે.
5. આ PDF ને પાસવર્ડ થકી ખોલી શકશો. જેનો પાસવર્ડ
તમારા નામના પહેલા 4 લેટર (અક્ષર) જે કેપિટલ અને ત્યાર પછી તમારી જન્મતારીખનુમાં આપેલ વર્ષ
ઉં.દા:

આ રીતે તમે ઓનલાઇન પદ્ધતિ દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો અહિં આપણે મફત આધાર ઉપડેટ અને ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તે વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે જે તમે વાંચી શકો છો.
આમારા પેજ પર આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીંયા ક્લિક કરો 👉 https://gujjuopedia.in/
આભાર 🙏🙏🙏…