આખરે PSI અને કોન્સ્ટેબલ નો કોલ લેટર અને શારીરિક કસોટી આવી જ ગઈ – How to download call latter

“નમસ્તે મિત્રો, અમારા પેજમાં આપનું સ્વાગત છે. આખરે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી વિશે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી 2024 માટે પોલીસ કોન્સ્ટેબલ અને PSI શારીરિક કસોટી (ગ્રાઉન્ડ રન) ની તારીખ જાહેર કરવામાં આવી છે. શારીરિક કસોટીની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ અંગેની અપડેટ બહાર આવી છે. કોલ લેટર અને ગ્રાઉન્ડની તારીખો જાહેર થઈ ગઈ છે, તેથી આજે આપણે જાણશું કે તમારું શારીરિક કસોટી ક્યારે છે ? અને તે માટે તમે તમારું કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશો ?

મિત્રો, તમારો પ્રયત્ન અને મહેનત જ તમારી સફળતાને નક્કી કરશે. ભગવાન અને સરકાર વારંવાર તકો આપતા નથી, જીવન માત્ર એક તક આપે છે. મહેનત કરો અને જંગ જીતો.

PSI અને કોન્સ્ટેબલ નો કોલ લેટર અને શારીરિક કસોટી
PSI અને કોન્સ્ટેબલ નો કોલ લેટર અને શારીરિક કસોટી

ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી :

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોટિફિકેશન નં. GPRB 202324/1 મુજબ,

તારીખ:

▶ શારીરિક કસોટીની શરૂઆત  :  8 જાન્યુઆરી 2025
▶ કોલ લેટર ડાઉનલોડ                :  1 જાન્યુઆરી 2025 બપોરે 2 વાગ્યાથી Ojas ની ઓફિસિઅલ વેબસાઇટ  👉  https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo= પરથી ડાઉનલોડ કરી શકાશે.

પ્રક્રિયા:

▶ પ્રથમ PSI માટે ફોર્મ ભરનારા ઉમેદવારો માટે શારીરિક કસોટી યોજાશે.
▶ ત્યારબાદ PSI અને LRD(પોલીસ કોન્સ્ટેબલ) બંને માટે ફોર્મ ભરનારા ઉમેદવારોનું કસોટી થશે.
▶ અને છેલ્લે માત્ર LRD (પોલીસ કોન્સ્ટેબલ) માટે ફોર્મ ભરનારા ઉમેદવારોનું શારીરિક કસોટી યોજાશે.

ગુજરાતના વિવિધ 15 ગ્રાઉન્ડ પર આ કસોટી યોજાવાની છે, જેમાં 30 દિવસથી વધુ સમય લાગશે. કુલ 22 લાખ ઉમેદવારો આ કસોટીમાં ભાગ લીધો છે, જ્યારે કુલ ભરતી 12,500 ને જ કરવાના છે.

શારીરિક કસોટી ના માપદંડ:

 

દોડ:

પુરુષ ઉમેદવારો માટે     :  5 કિમી દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી પડશે.
મહિલા ઉમેદવારો માટે  :  1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે.
એક્સ-સર્વિસમેન માટે   :  2400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે.

ઊંચાઈ અને છાતી:

 

પુરુષ ઉમેદવારો માટે:

મૂળ ગુજરાતના અનુસૂચિત જન જાતિ (ST) પુરુષ ઉમેદવારો માટે:
ઊંચાઈ  :  162 સેમી
છાતી    :  79 સેમી (બિનફૂલાવેલી),  84 સેમી (ફૂલાવેલી)

અનુસૂચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે:
ઊંચાઈ  :  165 સેમી
છાતી    :  79 સેમી (બિનફૂલાવેલી),  84 સેમી (ફૂલાવેલી)

મહિલા ઉમેદવારો માટે:
મૂળ ગુજરાતના અનુસૂચિત જન જાતિ (ST) મહિલા ઉમેદવારો માટે:
ઊંચાઈ  : 150 સેમી

અનુસૂચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ મહિલા ઉમેદવારો માટે:
ઊંચાઈ  : 155 સેમી

*છાતીનો ફુલાવો ઓછામાં ઓછા 5 સેમી થવો અનિવાર્ય છે.

*વજનના માપદંડ આ વખતે દૂર કરવામાં આવ્યા છે.

 

શારીરિક કસોટી માટે ખામીઓ કે જે ન હોવી જોઈએ:

 

(૧) વાંકા ઢીંચણવાળા (Knock Knee)
(ર) ફુલેલી છાતી (Pigeon Chest)
(૩) ત્રાંસી આંખ (Squint Eye)
(૪) સપાટ પગ (Flat Feet)
(૫) કાયમની અતિશય ફુલેલી નસ (Varicose Veins)
(૬) ફુલેલો અંગુઠો (Hammer Toes)
(૭) અસ્થિભંગ અંગ (Fractured Limb)
(૮) સડેલા દાંત (Decayed Teeth)
વગેરે વગેરે ….

વાંકા હાથ કે પગ,સૂજેલું છાતી,ફાટેલા દાંત,ચામડીના ચેપી રોગ,મટેલા પગ અથવા ફાટેલા અંગ,આંખની ખામી,ફૂલો, નસોના દોડ કે અન્ય શારીરિક ખામીઓ ના હોવી જોઈએ.

મહત્વપૂર્ણ નોંધ:

● PSI અને LRD (પોલીસ કોન્સ્ટેબલ) બંને માટે નિયમો સમાન છે.
● શારીરિક કસોટીમાં ફેલ થયા તો તમે લેખિત પરીક્ષા માટે પાત્ર થશો નહીં.
● PSI અને LRD (પોલીસ કોન્સ્ટેબલ) બંને માટે ફોર્મ ભરનારા ઉમેદવારો માટે શારીરિક કસોટી એક જ વખત લેવામાં આવશે.

દોડ દરમિયાન ધ્યાનમાં રાખવાના બે મુખ્ય મુદ્દાઓ:

 

શરદીના સિઝનમાં દોડ પછી શરીરને ઠંડું થવા ન દો:

● જેવો દોડ પૂરો થાય, તરત બેસી ન જવું.
● નોર્મલ એક્સરસાઇઝ ચાલુ રાખવી જરૂરી છે જેથી શરીર ઠંડું ન થાય અને તમને કોઈ બીમારી ન થાય.
● દોડ પૂરો થયા પછી 15-20 મિનિટ સુધી હળવી કસરત કરવી જેથી શરીર સંપૂર્ણ ઠંડું ન થાય અને તણાવ ન થાય.
● ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે, દોડ પૂર્ણ થયા પછી તરત આરામ ન કરવો જોઈએ. દોડ પહેલાં અને પછી હળવી કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.

આહાર અંગે ખાસ ધ્યાન:

દોડ પહેલાં:
● દોડ શરૂ થવાના 1 કલાક પહેલાં 1 ગ્લાસ પાણી સાથે ખજૂર અથવા ગોળ ખાવું.
● ઉદાહરણ તરીકે, જો દોડ સવારે 6 વાગ્યે શરૂ થાય, તો 5 વાગે ખજૂર અથવા ગોળ સાથે પાણી લેવું.

દોડ પછી:
● દોડ પૂર્ણ થયા બાદ 1 થી 1.5 કલાકમાં ભીના ચણા અથવા મૂંગ, દૂધ સાથે કેળા અથવા કેળાનું શેક, કાજુ અથવા બદામ લેવું.
● આ આહાર તમારા થાકને દૂર કરશે અને તમારી શક્તિને પુનઃસ્થાપિત કરશે.

અન્ય મહત્વપૂર્ણ ટિપ્સ:

↪ દોડ પહેલાં હળવી કસરત કરો જેથી શરીર તૈયાર થાય.
↪ જે ઉમેદવારોને દોડ પૂરો કરતાં શ્વાસ ચડે છે, તેઓ આ ટિપ્સને અનુસરીને સમયમર્યાદામાં દોડ પૂર્ણ કરી શકે છે.

ગુજરાત પોલીસ ભરતી માટેના 15 ગ્રાઉન્ડના નામ અને સરનામાં:

 

અમદાવાદ શહેર ગ્રાઉન્ડ:
જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ શહેર, પીનકોડ-380004

વડોદરા શહેર ગ્રાઉન્ડ:
પોલીસ મુખ્ય મથક, પ્રતાપનગર, વડોદરા શહેર. પીનકોડ-390004

રાજકોટ શહેર ગ્રાઉન્ડ:
મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ પીનકોડ-360004

પોલીસ તાલીમ શાળા, વડોદરા ગ્રાઉન્ડ:
પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રુપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ, વડોદરા પીનકોડ-390001

પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢ ગ્રાઉન્ડ:
રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખારોડ, જૂનાગઢ. પીનકોડ-362001

ગાંધીનગર ગ્રાઉન્ડ:
પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષક શ્રીની કચેરી, સેક્ટર-27, ગાંધીનગર. પીનકોડ-382028

મહેસાણા ગ્રાઉન્ડ:
મહેસાણા જિલ્લાના ઉમેદવારો માટે,પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટર, સિવીલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા-384001

સાબરકાંઠા (હિંમતનગર) ગ્રાઉન્ડ:
પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલની બાજુમા, હિંમતનગર જી.સાબરકાંઠા(હિમંતનગર) પીનકોડ-38001

ભરૂચ ગ્રાઉન્ડ:
પોલીસ હેડ કવાર્ટર, કાળી તલાવડી, સીવીલ લાઇન્સ. બંબાખાના રોડ, ભરૂચ પીનકોડ-392001

જામનગર ગ્રાઉન્ડ:
પોલીસ હેડ કવાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર પીનકોડ-361008

SRPF GR-2 અમદાવાદ ગ્રાઉન્ડ:
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨. સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ પીનકોડ-382346

SRPF GR-5 ગોધરા ગ્રાઉન્ડ:
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫,લુણાવાડા રોડ, કોલીયારી ગોધરા. જી.પંચમહાલ પીનકોડ-389001

SRPF GR-7 નડીયાદ ગ્રાઉન્ડ:
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડીયાદ જી.ખેડા પીનકોડ-387001

SRPF GR-8 ગોંડલ ગ્રાઉન્ડ:
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮. કોટડા સાંગાણી રોડ, ગોંડલ જી.રાજકોટ પીનકોડ-360311

SRPF GR-11 વાવ (સુરત) ગ્રાઉન્ડ:
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૧ વાવ(સુરત). મુ.વાવ, પોસ્ટ-કામરેજ તા.કામરેજ જી.સુરત પીનકોડ-394185

PSI અને પોલીસ કોન્સ્ટેબલ નું પગાર ધોરણ

 

ગુજરાત સરકારના નાણાં વિભાગ, ગાંધીનગરના 18/10/2023 ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર(PSI) માં માસિક રૂ.49600/- તથા લોકરક્ષક(LRD) સંવર્ગમાં માસિક રૂ.26000/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા (સાધારણ રીતે પાંચ વર્ષ અથવા છ વર્ષ) દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.

પગાર ધોરણ:

1. (PSI) બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર:
₹39,000થી ₹1,26,000 સુધી.

2. (LRD) લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ:
₹18,000થી ₹56,900 સુધી

કોન્ટ્રાક્ટ પિરિયડ પુરી કર્યા પછી:

જો તમે કોન્ટ્રાક્ટ પિરિયડ દરમિયાન સંતુષ્ટિપૂર્ણ કામગીરી કરો છો, તો તમે નિયમિત નિમણૂક માટે પાત્રતા ધરાવશો. તે સમયે, સરકારના નિયમો અનુસાર તમે પગાર ધોરણમાં નિમણૂક માટે પાત્ર હશો.

.

.

.

મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગ થઈ હશે. આમારા પેજ પર આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીંયા ક્લિક કરો 👉 https://gujjuopedia.in/

અમે તમારા માટે આવી જ માહિતી લાવતા રહીશું તો તમે આ માહિતી કોઈ ને શેર કરવાનું ભૂલતા નહિ.

 

આભાર 🙏🙏🙏….

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top