નમસ્કાર મિત્રો, આપનું ગુજ્જુઓપેડીયા પેજ માં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સમાજ ન્યાય અને સશક્તિકરણ વિભાગની મહત્ત્વની યોજના કે જે યુવતીઓ માટે છે જેને કુંવરબાઈનું મામેરું યોજના તરીકે ઓળખાય છે, તેની ચર્ચા કરીશું.આ યોજનામાં, તમે પોતે જ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકો તે જાણશું.
આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ યોજના શું છે? તમે તેનો લાભ મેળવવા માટે પાત્ર છો કે નહીં? તમને આ યોજનામાં કેટલો લાભ મળશે? અને સરકાર તરફથી તમને કેટલી સહાય મળશે? જો તમારે આ માટે ફોર્મ ભરવું હોય, તો તે માટે તમારે ક્યાં ડોક્યુમેન્ટ જોવાનું છે અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય, તો તે કેવી રીતે ભરી શકાય?
કુંવરબાઈનું મામેરું યોજના નો હેતુ
આ યોજના ખાસ કરીને શેડ્યૂલ્ડ કાસ્ટ માટે છે, પરંતુ એ જરૂરી નથી કે માત્ર શેડ્યૂલ્ડ કાસ્ટ જ આ યોજનાનો લાભ લઈ શકે. સામાન્ય વર્ગ સિવાયના અન્ય કોઈપણ જેમ કે EWS અથવા EBC પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
નિયમો અને શરતો
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા રૂ₹.600000/- છે
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
- લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- કન્યાનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઈનું મામેરું યોજના માં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું?
👉 કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર મોબાઇલ, લેપટોપ અથવા પીસીમાંથી ખોલો. સર્ચ બોક્સમાં “e Samaj Kalyan” ટાઇપ કરો. હવે સર્ચ કરતા, એક સ્ક્રીન ખુલશે, જેમાં પહેલી વેબસાઇટ “https://esamajkalyan.gujarat.gov.in/ દેખાશે. તે વેબસાઇટ પર ક્લિક કરો.
હવે તમારે ડાબી સાઈડ ઉપર ની બાજુ ત્યાં તમને “Director Scheduled Caste Welfare” ડાયરેક્ટર શેડ્યૂલ્ડ કાસ્ટ વેલફેર દેખાશે તેના પાર પર ક્લિક કરવું.
જ્યાં તમને ઘણી બધી યોજનાઓ જોવા મળી જાશે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને “કુંવરબાઈ નું મામેરું યોજના” દેખાશે. જેના પર ક્લિક કરીને યોજના વિશે માહિતી મેળવી શકો છો.
જો તમે પોર્ટલ પર પહેલેથી રજીસ્ટ્રેશન કર્યું નથી, તો સૌથી પહેલા તમારે નવી નોંધણી કરવી પડશે. નવી નોંધણી માટે,
👉 “New User Please Register Here” લખેલું છે ત્યાં ક્લિક કરો.
👉 પછી તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. તેમાં તમારે તમામ માહિતી ભરવી પડશે.
👉 તમારું સંપૂર્ણ નામ ટાઇપ કરો.
👉 તમે જે લિંગ ધરાવો છો (Male, Female અથવા Other) તે પસંદ કરો.
👉 તમારી જન્મતારીખ કૅલેન્ડરમાંથી પસંદ કરો.
👉 તમારો આધારકાર્ડ નંબર ટાઇપ કરો.
👉 તમારું જે ઈમેલ આઈડી ઉપયોગમાં લેતા હો, તો તે અહીં ટાઇપ કરો.
👉 તમારી જાતિ પસંદ કરો.
👉 તમારો મોબાઇલ નંબર ટાઇપ કરો.
👉 તમે જે પાસવર્ડ રાખવા માંગો છો તે અહીં લખો અને તેની પુષ્ટિ માટે તે જ પાસવર્ડ ફરીથી ટાઇપ કરો.
👉 કૅપ્ચા કોડ લખો અને “Register” બટન પર ક્લિક કરો. આ રીતે તમારું પોર્ટલ પર રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થશે.
પછી તમારે એક યુઝર આઈડી મળશે અને તેમાં આપેલો પાસવર્ડ વડે લોગિન કરવું પડશે.
👉 લોગિન સ્ક્રીન પર તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ટાઇપ કરો. કૅપ્ચા કોડનો જવાબ લખો અને “Login” બટન પર ક્લિક કરો.
આ પ્રોસેસ પછી, તમારી સ્ક્રીન પર નવું પોર્ટલ ખૂલે છે.
આ યોજનામાં અરજી કઈ રીતે કરવી?
જેમાં વિવિધ યોજનાઓની યાદી દેખાશે. મિત્રો, જો તમે કુંવરબાઈનો મામેરું યોજના પસંદ કરી શકો છો, તો તમારે તે યોજનાના નામ પર ક્લિક કરવું પડશે. પછી, તમને યોજના સંબંધિત તમામ વિગતો દેખાશે. તમે તે વાંચી લો અને પછી OK બટન પર ક્લિક કરો.
આના પછી તમને અરજી ફોર્મ મળશે, જેમાં તમામ માહિતી ભરવી પડશે. આ અરજી ફોર્મ ચાર તબક્કામાં હશે. તમારે આ ચારેય તબક્કા પૂર્ણ કરવા પડશે.
1) વ્યક્તિગત માહિતી
2) અરજીની વિગતો
3) ડોકયુમેન્ટ અપલોડ
4) એકરાર
1) પ્રથમ તબક્કામાં વ્યક્તિગત માહિતી , અરજદારને પોતાની વિગતો ભરવી પડશે, જેમ કે
● અરજદારનું નામ ટાઇપ કરો.
● અરજદારના પિતા અથવા વાલીનું નામ ટાઇપ કરો.
● અરજદારનો જન્મતારીખ કૅલેન્ડરમાંથી પસંદ કરો જેથી અરજદારની વર્તમાન ઉંમર આપમેળે દર્શાવાશે.
● મિત્રો, તમે રજીસ્ટ્રેશન દરમિયાન તમારી જાતિ પસંદ કરી છે, જે અહીં આપમેળે દર્શાવશે અને તેમાં કોઈ ફેરફાર કરવાની પરવાનગી નહીં હોય. પછી તમારે પેટાજાતિ પસંદ કરવી પડશે.
● અરજદારનું લિંગ અહીં પસંદ કરવું.
● તમારો મોબાઇલ નંબર આ બોક્સમાં ટાઇપ કરવો.
● જો લેન્ડલાઇન નંબરનો ઉપયોગ કરતા હો, તો STD કોડ સાથેનો ફોન નંબર ટાઇપ કરવો.
● તમારું ઈમેલ આઈડી અહીં ટાઇપ કરવું.
● તમારી પ્રોફાઇલ માટે પાસપોર્ટ સાઈઝનું ફોટોગ્રાફ અપલોડ કરવું પડશે. જો તમારે ફોટોગ્રાફ બદલવો હોય, તો “Upload” બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું ડિવાઇસ ખૂલે, જ્યાં તમે સ્કેન કરેલ પાસપોર્ટ સાઈઝનું ફોટોગ્રાફ પસંદ કરી શકશો અને તે ફોટોગ્રાફ બદલી શકશો.”
● પછી, મિત્રો, તમારે રેશન કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. તમારું રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઇપ કરવું પડશે. રેશન કાર્ડનો મેમ્બર આઈડી નંબર અહીં ટાઇપ કરવો પડશે. ત્યારબાદ, મિત્રો, તમારે પરિવાર આઈડી નંબર અહીં ટાઇપ કરવો પડશે.
● મિત્રો, અહીં એક ઘોષણા આપવામાં આવી છે, તે વાંચો અને તેને સ્વીકારવા માટે ચેકબોક્સને ટિક કરો.
આગળ, મિત્રો,
● અરજદારને લગ્નની વિગતો આપવી પડશે, જેમ કે અરજદારના લગ્ન.
● જો કન્યાના લગ્ન સમૂહ લગ્નમાં થયા હોય, તો અહીંથી તે પસંદ કરો.
● સમૂહ લગ્ન થયેલ સ્થળના જિલ્લાનું નામ અહીંથી પસંદ કરવું પડશે.
● પછી, તાલુકાનું નામ અહીંથી પસંદ કરવું પડશે.
● જો કન્યાના લગ્ન સમૂહ લગ્નમાં થયા નથી, તો અહીંથી “ના” પસંદ કરો.
● પછી કન્યાના પિતાના વર્તમાન સરનામું અને સ્થાયી સરનામું ભરીવું પડશે.
● પ્રથમ, વર્તમાન સરનામું:
● રાજ્યનું નામ અહીંથી પસંદ કરવું (ડિફોલ્ટે ગુજરાત હશે).
● ત્યારબાદ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ પસંદ કરો.
● અરજદારના પિતાનું વર્તમાન સરનામું ટાઇપ કરો.
● વિસ્તારમાંનો પિનકોડ નંબર અહીં ટાઇપ કરો.
● પછી, અરજદારના પિતાનું સ્થાયી સરનામું નીચે ભરો. જો વર્તમાન સરનામું અને સ્થાયી સરનામું સમાન હોય, તો ચેકબોક્સને ટિક કરો.
પરંતુ જો બંને સરનામા અલગ હોય, તો અહીંથી રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ પસંદ કરો અને વિસ્તારમાંનો પિનકોડ નંબર ટાઇપ કરો.
● બધા સરનામા ભર્યા પછી, તમામ માહિતી સાચવો અને આગળના બટન પર ક્લિક કરવું પડશે.
2) હવે તમારી અરજી બીજા પગથિયે અરજીની વિગતો આવી જશે.
▶ જેમાં સૌપ્રથમ કન્યાને તેની વિગતો આપવી પડશે, જેમ કે લગ્નની તારીખ કેલેન્ડર પરથી પસંદ કરવી પડશે જેથી લગ્નના દિવસે કન્યાની ઉંમર આપમેળે અહીં દાખલ થઈ જશે.
▶ પછી, કન્યાના બહેનોની સંખ્યા આ બોક્સમાં ટાઇપ કરવી પડશે.
▶ કન્યાના પિતાના આધાર કાર્ડનો નંબર અહીં ટાઇપ કરવો પડશે.
▶ કન્યાના માતા-પિતાનું વાર્ષિક આવક આ બોક્સમાં ટાઇપ કરવી પડશે.
▶ ત્યારબાદ કન્યાના માતા-પિતાના અથવા વારસદારોના સરનામાની વિગતો આપવી પડશે, જેમ કે:
▶ રાજ્યનું નામ પસંદ કરવું.
▶ ત્યારબાદ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ પસંદ કરવું.
▶ સરનામું ટાઇપ કરવું.
▶ વિસ્તારોનો પિનકોડ નંબર આ બોક્સમાં ટાઇપ કરવો પડશે.
▶ પછી, લગ્ન કરનાર યુવકની વિગતો આપવી પડશે, જેમ કે:
▶ યુવકનું સંપૂર્ણ નામ આ બોક્સમાં ટાઇપ કરવું.
▶ યુવકના આધાર કાર્ડનો નંબર અહીં ટાઇપ કરવો.
▶ યુવકના પિતાનું નામ અહીં ટાઇપ કરવું.
▶ યુવકની જાતિ અહીંથી પસંદ કરવી અને ઉપજાતિ અહીંથી પસંદ કરવી.
▶ યુવકના જન્મતારીખ કેલેન્ડરમાંથી પસંદ કરવી જેથી લગ્નના દિવસે યુવકની ઉંમર આપમેળે અહીં દાખલ થઈ જશે.
▶ ત્યારબાદ કન્યાને બેંક ખાતાની વિગતો આપવી પડશે.
▶ આપેલ બેંક ખાતું કન્યાનું પોતાનું હોવું જોઈએ અને તેમાં કન્યાનું નામ કન્યાના પિતાના નામ સાથે જ હોવું આવશ્યક છે.
▶ બેંક ખાતામાં શાખાનું નામ અહીં ટાઇપ કરવું.
▶ શાખાના આઈએફએસસી કોડનો નંબર આ બોક્સમાં ટાઇપ કરવો.
▶ બેંક ખાતાનો નંબર ટાઇપ કરવો.
▶ બધી વિગતો ભર્યા પછી, ફરીથી “સેવ અને આગળ” બટન પર ક્લિક કરો.”
3) પછી મિત્રો, તમારી અરજી ત્રીજા પગથિયે આવશે જ્યાં તમને દસ્તાવેજ અપલોડ કરવું પડશે.
મિત્રો, અહીં તમે જે દસ્તાવેજ અપલોડ કરો છો તેનો કદ 1 એમબીથી ઓછો હોવો જોઈએ.
◆ સૌપ્રથમ, કન્યાનો આધાર કાર્ડ અપલોડ કરવો પડશે. બંને આગળ અને પાછળના પાનાઓના સ્કેનની નકલ બનાવી PDF ફાઇલ બનાવવી અને તે અપલોડ કરવી પડશે. દસ્તાવેજ અપલોડ કરવા માટે, “ચોઇસ ફાઇલ” બટન પર ક્લિક કરો, જેથી ડિવાઇસ ખુલશે જ્યાંથી તમે દસ્તાવેજ અપલોડ કરી શકો. મિત્રો, જો તમે સ્કેન કરેલો દસ્તાવેજ પસંદ કરો તો તે અહીં અપલોડ થઈ જશે.
◆ બીજા ક્રમમાં, વાર્ષિક આવક પત્રકની નકલ અપલોડ કરવી પડશે.
◆ ત્રીજા ક્રમમાં, લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ અપલોડ કરવી પડશે.
◆ ત્યારબાદ, રેશન કાર્ડની નકલ અપલોડ કરવી પડશે, જેમાં બંને પાનાઓના નામ અને નંબર સાથેની નકલ હોવી જોઈએ. PDF ફાઇલ બનાવીને અપલોડ કરવી.
◆ પછી, પોતાનાં ઘોષણાપત્રનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર અપલોડ કરવું.
◆ છેલ્લે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલા ચેકની નકલ અપલોડ કરવી. ખાતું કન્યાના નામે જ હોવું જોઈએ.
◆ બધા દસ્તાવેજો અપલોડ થયા પછી, અહીં “સેવ અને આગળ” બટન પર ક્લિક કરો.
4) તો મિત્રો, પછી તમારી અરજી ચોથી પગથિયે આવશે, જ્યાં તમને શરતો અને નિયમોને સ્વીકારવા પડશે.
◼ અહીં તમને એક ઘોષણાપત્ર જોવા મળશે, તે વાંચીને તેને સ્વીકારવા માટે ચેકબોક્સ પર ટિક કરો અને પછી “સેવ એપ્લિકેશન” બટન પર ક્લિક કરો.
◼ મિત્રો, જ્યારે તમે “સેવ એપ્લિકેશન” બટન પર ક્લિક કરો, ત્યારે તમારી અરજી સબમિટ થઈ જશે અને અંતે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે. તે એપ્લિકેશન નંબર તમે સંગ્રહમાં રાખવો જરૂરી છે.
◼ સ્ક્રોલ ડાઉન કરો અને અહીં તમે “તમારી અરજીની સ્થિતિ જુઓ” નો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો, પછી એક નવી ટેબમાં એક સ્ક્રીન ખુલે છે.
◼ તમને આપવામાં આવેલ એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર ટાઇપ કરો.
◼ ત્યારબાદ, તમારી જન્મતારીખ કૅલેન્ડરમાંથી પસંદ કરો.
◼ “સ્થિતિ જુઓ” બટન પર ક્લિક કરો.
આ પછી, તમે તમારી અરજીની સ્થિતિ જોઈ શકશો. તો મિત્રો, વર્ષ 2025 માટે તમે આ રીતે કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.
જો તમને ગમી હોય તો કૃપા કરીને શેર કરો અને જો તમે પેજ પર નવા છો તો પેજ પર https://gujjuopedia.in/ આવી બીજી ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે જેને તમે તમારા ઉપયોગ માં લઈ શકો છો અને જરૂરિયાત મંદ ને માહિતી શેર કરવાનું ભૂલતા નહીં.અમે નવા વિષય સાથે નવા બ્લોગ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી, જય હિંદ, વંદે માતરમ !