નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મઝા માં હશો. મિત્રો હવે પીએમ કિસાન યોજના નો 19 હપ્તો જાહેર થઈ ગયો છે, લાભાર્થીઓ નીચે જણાવ્યા મુજબ તમે પણ ચેક કરી શકો છો તો ચાલો જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
PM Kisan: પીએમ કિસાન યોજના નો 19 હપ્તો જાહેર, લાભાર્થીઓ આ રીતે કરો ચેક
ખેડુતો માટે ખુશી ના સમાચાર
ભારત સરકાર દ્વારા શરુ કરાયેલી એક પહેલ છે. જે ખેડૂતોને લઘુતમ આવક સહાય તરીકે દર વર્ષ રૂ.6000/- સુધીની સહાય આપે છે.

પીએમ કિસાન યોજના નો 19 હપ્તો જાહેર, લાભાર્થીઓ આ રીતે કરો ચેક
ભારત સરકાર દ્વારા શરૂ કરેલ આ યોજના થકી 20 કરોડ થી પણ વધારે ખેડુતોને લાભ મળશે.
આ યોજનાની શરૂઆત 2019 માં કરવામાં આવી હતી. જેમા રૂ.75,000 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે જેમાં આ યોજનાઓ સૌપ્રથમ છે. દેશ માં વસવાટ કરતા મધ્યમ વર્ગ ના ખેડૂતો માટે આ યોજના આર્થિક સહાય રૂપી મદદ કરશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતો ને વાર્ષિક રૂ. 6000/- ની આર્થિક સહાય આપવામાં આવશે.
આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ખેતી અને ઘરેલું જરૂરિયાતો માટે નાણાકીય સહાયતા પૂરી પાડવા અને વર્ષ 2025 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ને રૂ. 6000/- ની વાર્ષિક આર્થિક સહાય, એટલે કે રૂ. 2000/- ના ત્રણ હપ્તા સ્વરૂપે ફાળવવામાં આવે છે.
● પીએમ કિસાનનો 19 મો હપ્તો:
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે 18 હપ્તા જારી કર્યા છે. ખેડૂતો હવે 19 માં હપ્તાની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે જે 24 ફેબ્રુઆરી ના રોજ જાહેર થશે.
પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ ખેડૂતો ના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2025 માં આ યોજનાનો લાભ 9.7 કરોડ અરજદાર ખેડૂતોને મળશે. જે રકમ તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
● > જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં, તો તમે સત્તાવાર વેબસાઇટ http://pmkisan.gov.in પર જઈને તમારી સ્થિતિ ચકાસી શકો છો.
● પીએમ કિસાન યોજના નો મુખ્ય ઉદેશ્ય:
ખેતી અને ઘરેલું જરૂરિયાતો માટે નાણાકીય સહાયતા પૂરી પાડવા અને વર્ષ-2025 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત અરજદાર પાસે 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ. જો ખેડૂત અરજદાર પાસે 2 હેક્ટરથી વધારે જમીન હોય તો આ યોજનાનો લાભ નઈ લઈ શકો.
● લાભાર્થીઓ માટે માપદંડ:
૧. લાભાર્થી ખેડૂત (અરજદાર ખેડૂત) ભારતીય નાગરિક હોવો જોઈએ.
૨. અરજદાર ખેડૂત પાસે 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા હોવા ન જોઈએ.
૩. અરજદાર ખેડૂતના પરિવાર માંથી કોઈ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ.
૪. જો કોઈ વર્તમાન કે પૂર્વ મંત્રી પદ, ધારાસભ્ય, સંસદ સભ્ય, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ કે કોઈ અન્ય હોદો ધરાવતા હોય તો આ યોજનાનો લાભ નઈ લઈ શકો.
● સહાયની વિતરણ પ્રકિયા:
• પીએમ કિસાન સન્માન નિધિ સહાય જે અરજદાર ખેડૂતના બેન્ક ખાતામાં જમાં કરવામાં આવશે.
• આ યોજના હેઠળ, દરેક વર્ષ ત્રણ હપ્તા સ્વરૂપે રૂ. 2000 (કુલ 6000) ની સહાય આપવામાં આવશે.
• આ યોજના થકી અત્યાર સુધીમાં 18 હપ્તા જાહેર થઈ ચુક્યા છે. જ્યારે 19 મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેર થશે.
● પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ:
• આ યોજના ખેડૂતોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.
• ખેડૂતોની ખેતી માટે જરૂરી સાધનો અને વાવેતર ખર્ચ માટે મળે છે.
• આ યોજનાથી ખેડૂતોની આવકમાં વધારો થાશે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો લાવશે.
● ઓનલાઈન અરજી કરવા માટે PM KISAN ની અધિકૃત વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો.
જરૂરી દસ્તાવેજ:
અરજદાર નું આધારકાર્ડ
અરજદાર નો પાસપોર્ટ ફોટો
બેંક પાસબુક
જમીનના ઉતારા ૮ અ વગેરે
મોબાઈલ નંબર
આ ડોક્યુમેન્ટ્સ સાથે, ખેડૂતો PM-KISAN યોજનામાં નોંધણી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા માટે સ્થાનિક કૃષિ વિભાગ અથવા સરકારી વેબસાઇટ પર વધુ માહિતી મેળવી શકાય છે.
મિત્રો આ હતું પીએમ કિશાન નિધિ વિષે. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને શેર કરો અને જો તમે પેજ પર નવા છો તો પેજ પર https://gujjuopedia.in/ આવી બીજી ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે જેને તમે તમારા ઉપયોગ માં લઈ શકો છો અને જરૂરિયાત મંદ ને માહિતી શેર કરવાનું ભૂલતા નહીં.અમે નવા વિષય સાથે નવા બ્લોગ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી, જય હિંદ, વંદે માતરમ !